સરકારની ‘રન ફોર યુનિટી’ સામે ફિક્સ વેતનકર્મીઓ ‘રન ફોર ફુલ-પે’ કાઢશે

ગાંધીનગર, તા. ૧૪

સરદાર વરૂ.ભાઈ પટેલના જન્મદિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઊજવવા ગુજરાત સરકાર પાછલાં ચારેક વર્ષથી ‘રન ફોર યુનિટી’નાં નામે ૩૧મી ઓક્ટોબરની સવારે દોડનું આયોજન કરે છે. શિક્ષક, તલાટી, સુપરવાઈઝર,

વિદ્યુત સહાયકથી લઈને અનેકવિધ સંવર્ગોના ફિક્સ વેતનદારોએ બીજી ઓક્ટોબરે જિલ્લા-તાલુકા મથકે ગાંધીજયંતીથી સરકારની પગાર સિસ્ટમ સામે વિરોધ આંદોલનો શરૂ કર્યા છે. જે અંતર્ગત ૧૭મી ઓક્ટોબરને શનિવારે બ્લેક-ડેની ઉજવણી થશે તેમ જણાવતાં અલ્પેશ કે. પટેલે ઉમેર્યુ કે, ૩૧મી ઓક્ટોબરના રોજ સવારે અમદાવાદમાં રાજ્યભરમાંથી ફિક્સ વેતનદારો ઊમટી પડશે. ઈન્કમટેક્સથી ગાંધીજીની પ્રતિમાને નમન કરીને લાલદરવાજા ખાતે સરદાર વરૂ.ભાઈ પટેલની પ્રતિમા સુધી દોડ યોજીને ફિક્સવેતન સિસ્ટમ સામેનો વિરોધ નોંધાવીશું. સરકાર તો અમારું કંઈ સાંભળતી નથી એટલે જેમ ગાંધીજીની પ્રતિમાએ પત્ર પાઠવીને આપવીતી રજૂ કરી તેમ સરદાર સાહેબની પ્રતિમા સમક્ષ પત્ર અર્પણ કરીશું.

Source: http://www.sandesh.com/article.aspx?newsid=3146285