ફિક્સ પગાર અને કોંટ્રાક્ટ પધ્ધતિ શા માટે નાબુદ કરવી જોઇએ?
ગુજરાત સરકાર દ્વારા વિવિધ કચેરીઓમાં વર્ગ-૩ના કર્મચારીઓની પાંચ વર્ષ જેટલા ખૂબ જ લાંબા સમયગાળા માટે ફિક્સ-પેની નિતી અંતર્ગત વિવિધ કેડરમાં નિમણૂંક કરવામાં આવે છે. જ્યારે વર્ગ-૪ની કામગીરી માટે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નિમણૂંક કરવામાં આવે છે. જે હાલની મોંઘવારીમાં ગુજરાતના શિક્ષિત અને સ્કીલ્ડ કર્મચારીઓનું ગુજરાત સરકાર દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું હોવાનું ખૂબ નાલેશીભર્યું અને બેજવાબદારી પૂર્વકનું તેમજ ભારતના સંવિધાન અને કાયદાનું તથા હાઇકોર્ટ-સુપ્રિમ કોર્ટનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવાનું દેખિતું ઉદાહરણ છે.
ગુજરાત સરકાર દ્વારા વિવિધ કચેરીઓમાં વર્ગ-૩ના કર્મચારીઓની પાંચ વર્ષ જેટલા ખૂબ જ લાંબા સમયગાળા માટે ફિક્સ-પેની નિતી અંતર્ગત વિવિધ કેડરમાં નિમણૂંક કરવામાં આવે છે.