ટિમ રીમુવ ફિક્સ પે દ્વારા ફિક્સ પગાર નીતિ નાબુદીના હેતુ સાથે સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા સાથે કાર્યક્રમો જાહેર કરવામાં આવેલ છે.જે અંતર્ગત પ્રથમ કાર્યક્રમ રક્ષા ઉત્સવ તા.૨૮/૦૮/૨૩ના ઉજવવાનું ઠરાવેલ છે. ગાંધીનગર જિલ્લામાં CM/PM ને રાખડી મોકલી કાર્યક્રમ સફળ બનાવવા પોસ્ટ ઓફિસ નક્કી કરવામાં આવેલ છે.
નવા સચિવાલય જૂના સચિવાલય/ કર્મયોગી ભવન/ઉદ્યોગ ભવન/કૃષિ ભવન તેમજ અન્ય તમામ બોર્ડ/કોર્પોરેશન /સોસાયટી માં કાર્ય કરતા તમામ કર્મચારીઓ રક્ષા ઉત્સવ મનાવવા તા.૨૮/૦૮/૨૩ના રોજ સમય બપોરે ૨:૦૦ કલાક થી ૩:૦૦ (રિશેશ સમયે) જૂના સચિવાલયની પોસ્ટ ઓફીસ ખાતે વ્યક્તિગત ધોરણે ઉપસ્થિત રહી માનનીય CM/PM ને રાખડી મોકલશે.
જીવનમાં ક્યારેય એવુ કહેવાનો મોકો ન આવે કે મારાં અધિકારની લડતમાં મારો કોઈ ફાળો ન હતો.કર્મચારી એકતા જિંદાબાદ. વંદે ભારત માતરમ.
નોંધ : તમામ કર્મચારી મિત્રો પોતાની નૈતિક જવાબદારી સમજીને વ્યક્તિગત ધોરણે હાજરી આપશે તો જ સરકારશ્રી ફિક્સ પેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશે. તેમજ નવા સચિવાલય અને જૂના સચિવાલય એમ બંને જગ્યા ના કર્મચારીઓ બહોળી સંખ્યામાં જણાવેલ સમયે ગ્રાઉન્ડ લેવલે હાજરી આપશે તો સરકારશ્રી ખાતે ખૂબ જ મોટી અસર જોવા મળશે.
તા.૨૮/૦૮/૨૦૨૩,સોમવાર
સ્થળ : જૂના સચિવાલય પોસ્ટ ઓફિસ
સમય : બપોરે ૦૨:૦૦ થી ૦૩:૦૦ કલાક