ગુજરાત સરકારની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા વર્ગ-૩ અને વર્ગ-૪ના તમામ કર્મચારીઓનો ફીક્સ પગાર
વિવિધ વર્ગ-૪ની જગ્યાઓ હવે ફક્ત કોન્ટ્રાક્ટ પદ્ધતિના આધારે જ ભરાવાય છે અને કોઇપણ જાતના લાભ આપ્યા વિના શોષણ કરાય છે
સરકાર પાસે બધા કર્મચારીની પરીક્ષા લેવાની સગવડના અભાવે કર્મચારીઓ પરીક્ષામાં બેસી શકતાનથી અને CCCની પરીક્ષા પાસ ન કરવાને કારણે વિવિધ વિભાગોમાં કેટલાય કર્મચારી પાંચ વર્ષ પૂર્ણ કરી હોવાછતાં ફુલપગારની નિમણૂંક આપવામા આવતી નથી
ઘણા કિસ્સાઓમા ૫(પાંચ) વર્ષ પૂર્ણ થઇ ગયેલ હોવા છતાં ફુલ પગારના ઓર્ડર કરવામાં આવતાનથી જે યોગ્ય ગણી શકાય નહીં.
વિવિધ કેડરોમા પ્રિ-સર્વિસ પરીક્ષા સમયસર ના યોજાવાને કારણે કર્મચારીઓને પાંચ વર્ષમાં નિયત તક મળતી નથી અને તેમના પણ ફુલ પગારના ઓર્ડર અટકાવવામાં આવે છે જે યોગ્ય નથી, હકીકતમાં વહીવટી બાબતના વિલંબ માટે કર્મચારી સીધીરીતે જવાબદાર નથી.