રક્ષાબંધન કાર્યક્રમ (તા ૨૮/૦૮/૨૩ ના રોજ)

તા.23/07/23,તા.06/08/23ની અનુક્રમે અમદાવાદ અને ગાંધીનગરની રૂબરૂ તથા તા.18/08/23ની Online ફિક્સ પે મિટિંગ અંતર્ગત નક્કી થયેલ રક્ષાબંધન પર્વ પર માનનીય મુખ્યમંત્રીશ્રી અને આદરણીય વડાપ્રધાનશ્રીને રાખડી મોકલી ફિક્સ પે પ્રથા રદ કરી બહેનોને ભેટ આપવા કાર્યક્રમ નક્કી થયેલ છે.


કાર્યક્રમ હેઠળ આપણી બહેનો, પિતરાઈ બહેનો, દીકરીઓ, માતા, પત્ની એમ પાંચ થી છ પત્રો (રાખડી સહીત) માન. મુખ્યમંત્રીશ્રી અને આદરણીય વડાપ્રધાનશ્રીને મોકલવા માટે તારીખ 28-8-2023 ના બપોરે બે થી ત્રણ વાગ્યા એમાં અનુકૂળતાએ એક સાથે તમામ કર્મચારીઓ/ બહેનો જિલ્લાની નજીકની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે રૂબરૂ આપવા જવાનું છે.
-પત્રનો નમુના આ સાથે સામેલ છે માત્ર વિગત ભરી મોકલી આપવાનું રહેશે.


દરેક જિલ્લા/તાલુકા/કચેરીમાં મળતી સફળતા આપણું ભવિષ્ય નક્કી કરશે. જો એક પણ જીલ્લો કે ખાતું આ કાર્યક્રમમાં પોતાનું યોગદાન નહિ આપે તો ફિક્સ પગાર નીતિ નાબૂદ કરવી મુશ્કેલ છે. જે હકીકત ધ્યાને રાખીએ. 👉 આથી, દરેક જિલ્લાના દરેક ખાતાના કર્મચારીઓને આ બધા કાર્યક્રમોમાં જોડાવવા અને ફિક્સ પગારની શોષણકારી નીતિનો વિરોધ કરવા કર્મચારીએ કર્મચારીને જોડી એકબીજા નો ઉત્સાહ વધારી કાર્યક્રમ સફળ બનાવવા આહવાન છે.
કર્મચારી એકતા જિંદાબાદ.
ટીમ રીમુવ ફીક્સ પે